પેપર લીક મામલે કર્યા ખુલાસા, અગાઉની પરીક્ષાઓમાં પણ હાથ કાળા કર્યા હોવાનું જણાવ્યું યુવરાજસિંહ જાડેજાએ

ગુજરાત પંચાયત સેવા મંડળની જુનિયર ક્લાર્કના પેપર ફૂટયાના મામલામા 16 વ્યક્તિની કરવામાં આવી ધરપકડ. આ કેસમાં ગુજરાતના પણ 5 લોકો સામેલ થયાનું જણાય છે. પેપર ફૂટવાના મામલામા આપના નેતા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવનારા યુવરાસિંહ જાડેજાએ વધુ એક આક્ષેપ મુક્યો છે. પકડાયેલા 16 વ્યક્તિ માંથી 3 શખ્સો અન્ય પરીક્ષાઓના પણ પેપર ફૂટવાના કેસમાં સંડોવણી ધરાવતા હોવાનું જણાવ્યું છે.

યુવરાજસિંહના ગંભીર આક્ષેપ
યુવરાજસિંહે ભાસ્કર ચૌધરી અને તેની ગેંગની સંડોવણી હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂક્યા છે કે, “ભાસ્કર ચૌધરી, કેતન બારોટ અને હાર્દિક શર્મા આ એવા વ્યક્તિઓ છે કે જેઓ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી JEE, NEET, સ્ટાફ સિલેક્શન, IBPS, જે ઓનલાઈન એક્ઝામ લેવાય છે તેના કૌભાંડમાં સીધી રીતે સંકળાયેલા છે.” યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે, ભાસ્કર ચૌધરીએ અગાઉ મેડિકલની પરિક્ષામા ભરતી કરાવી છે. રાજસ્થાન, હિમાચલ અને ઉત્તર પ્રદેશના ખોટા સર્ટિફિકેટનો ધંધો ચલાવતા હતા. આ ઉપરાંત આર એમ પટેલ લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટ વાળા પણ સંકળાયેલા છે. કેતન બારોટ અને હાર્દિક શાહ પણ આ લિંકમાં સંકળાયેલા છે. કેતન બારોટનું મોસાળ નરશિપુર આવેલું છે.

અવિનાશ પટેલની પત્ની, બહેન અને અન્ય સગાઓ ઊર્જા વિભાગની ભરતીમાં લાગવગથી લાગેલા છે. અવિનાશ પટેલ, દેવ પટેલ સહિતના લોકોએ ઊર્જા વિભાગમાં 300 લોકોને નોકરીમાં લાગવગથી લગાવેલા છે. ભાસ્કર ચૌધરી અને અવિનાશ પટેલ દરેક પેપર ફૂટ્યા તેમાં સંકળાયેલા છે. LRD પરીક્ષાનું પેપર ફૂટયું તેમાં મનહર પટેલ સંકળાયેલા છે. 2018માં tatનું પેપર ફૂટયું તેમાં પણ મનહર પટેલ સંકળાયેલા હતા. અત્યાર સુધીમાં તમામ કૌભાંડમાં અરવલ્લી એપિ સેન્ટર રહ્યું છે. દનાભાઈ ખોડાભાઇ ડાંગર 3 પેપર ફોડવામાં સામેલ છે. નવા કાયદામાં એવી જોગવાઈ કરાય કે 2014 પછીની તમામ પરીક્ષાની તપાસ કરવામાં આવે. નીસિકાંત સિંહા મુખ્ય આરોપી છે.

ભાસ્કર ચૌધરી સીબીઆઈના સકંજામાં આવી જેલમાં ગયો હતો. નિસિકાંત સિંહાએ જ ભાસ્કર ચૌધરીએ છોડાવ્યા છે. નીસિકાંત સિંહા આઇએએસ અને આઇપીએસ સાથે સારો ધરોબો ધરાવે છે. ગુજરાતમાં ફરજ બજાવતા બિહારના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે. આમ યુવરાજે અરવલ્લીની ગેંગ પેપર લીક અને ભરતી કીભાંડ આચારતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની 1181 જગ્યાઓ માટે ભરતી થવાની હતી જેના માટે રાજ્યના 9 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમની પાછલા રવિવારે પરીક્ષા યોજાવાની હતી પરંતુ પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા પેપર ફૂટવાની ઘટના સામે આવતા ભરતી પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.