હવામાન વિભાગે કરી આગાહી, તાપમાનમાં થશે ફેરફાર જાણો ક્યારથી ઘટશે ઠંડી?

ઠંડી બાબતે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સાડા છ કરોડ ગુજરાતીઓને ઠંડીમાંથી મોટી રાહત મળશે. રાજ્યમાં પડતી કડકડતી ઠંડીનો ચમકારો ઘટશે. તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, પવનની ગતિ ધીમી પડતા ઠંડીનું પ્રમાણ ઘટશે. હવામાન વિભાગ પ્રમાણે, હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે. નોંધનીય છે કે, આજે નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઇ આગાહી કરવામાં આવી છે. જે મુજબ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નહીં થાય, આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાશે. પવનની ગતિ ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાશે. નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી 2023માં વરસાદની આગાહી પણ કરી છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન જાહેર કર્યું છે. આજે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. આજે પણ 10 ડીગ્રી આસપાસ તાપમાન રહેશે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને અમદાવાદના લઘુતમ તાપમાંન 11 ડીગ્રી રહેવાનું અનુમાન છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં લઘુતમ તાપમાન થોડું વધુ રહી શકે છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડીગ્રી આસપાસ પહોંચી જશે.19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડીગ્રી થઈ થવાની શકયતા રહેશે. 13થી 14 માર્ચમાં હવામાનમાં પલટો આવશે. 18 માર્ચથી ગરમી વધશે.

26 માર્ચ આસપાસ વાદળો સર્જાશે. 25 થી 26 દરિયા કિનારે પવનનું જોર રહેશે. માર્ચ મહિનામાં ગરમી, વાદળ છાયું વાતાવરણ, દરિયા કિનારે પવન અને હવામાનમાં પલટા ઘણા આવશે. આ વખતે માર્ચ મહિનામાં ગરમીમાં આકરો રહે.18 માર્ચથી 25 એપ્રિલ વચ્ચેનું હવામાન બગડે છે. વૃદ્ધ બાળકો માટે તંદુરસ્ત રહેવા માટે પગલાં લેવા જરૂરી રહેશે. 18 થી 25 એપ્રિલમાં બેવડીઋતુ નો અહેસાસ થશે. બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચશે. હવામાનશાસ્ત્રી એચપી ચંદ્રાના જણાવ્યા અનુસાર, છત્તીસગઢમાં ઉત્તરથી નીચા સ્તરે પવન આવવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડાનો સમયગાળો શરૂ થયો છે. આગામી બે દિવસ સુધી ડાઉનટ્રેન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. 2 ફેબ્રુઆરીએ રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં છત્તીસગઢમાં ફરી એકવાર ઠંડી વધવાની સંભાવના છે.