સુરત(surat):દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સા વધતા જાય છે,3 વર્ષ પહેલા સુરતમાં એક કિસ્સો સામે આવ્યો હતો,લાલગેટ વિસ્તારમાં માતા સાથે સુતેલી સાત વર્ષની બાળકીને ઉપાડી જઈને ધાકધમકી આપીને તેની પર દુષ્કકર્રમ ગુજારનાર નાર આરોપીને આજે સજા થઇ છે.એક્ટના ભંગ બદલ દોષી ઠેરવી 20 વર્ષની સખ્તકેદ, 5 હજાર દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ તથા ભોગ બનનારને ૪ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.
પતિથી ચારેક વર્ષથી અલગ રહીને સાત વર્ષની પુત્રી સાથે ભીખ માંગીને ગુજરાન ચલાવતી માતા રાત્રે લાલગેટ વિસ્તારમાં આવેલા શો રૂમમાં ઓટલા પર પોતાની પુત્રી સાથે સુતી હતી. જે દરમિયાન ફરિયાદીની માસુમ પુત્રીનું મોઢું દબાવીને 31 વર્ષીય જમુ ઉર્ફે જમીલ રજાકખાન પઠાણે ઉપાડી જઈને બાજુની ગલીમાં લઈ ગયો હતો.
આરોપીએ સગીર બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવી ફીંગરીંગ કર્યું હતુ.ત્યારબાદ મુખમૈથુન કરાવીને ભોગ બનનારને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે ભોગ બનનાર બાળકીએ તેની માતાને જણાવતા ફરિયાદી માતાએ આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી..
આરોપીએ ખુલ્લી જગ્યામાં માતા સાથે સુતેલી માત્ર સાત વર્ષની અબુધ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે.