સુરતમાં પૂર્વ પીએસઆઇ ડી.એચ વાઘેલાએ સવારમાં 5 વાગ્યે અજાણી મહિલા પર દુષ્કર્મ આચર્યું.

સુરત(surat):રાજ્યમાં દિવસે ને દિવસે બળાત્કાર ના કિસ્સા વધતા જાય છે.સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે ટિફિન સર્વિસનું કામ કરતી હતી, ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ સવારે પાંચ વાગ્યે ડીએચ વાઘેલા મારા ઘરે આવ્યા હતા અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહી તેમણે મને આ વાતની જાણ કોઇને કરશે તો કેસ કરવાની અને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં બદનામીના ડરથી મહિલાએ તે સમયે આ ઘટનાની જાણ કોઇને કરી નહોતી.

બાદમાં તેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી હતી.