ભાવનગર (Bhavnagar): ભાવનગરના મહુવામાં તંત્રના પાપે એક વૃદ્ધનું ભોગ લેવાયો છે .જનતા પ્લોટ વિસ્તારની અંદર જાહેર રોડ ઉપર ગામડેથી આવતા લોકો શાકભાજી વેચવાનો ધંધો રોડ પર કરી રહ્યા છે. જેના કારણે ત્યાં અસંખ્ય પ્રમાણમાં ઢોરનો ડેરો જોવા મળે છે.
અનેકવાર ઢોરના કારણે પ્રજાને નાની મોટી થતી હોય છે, પરંતુ પબ્લિક ધ્યાનમાં ધરતી નથી.શનિવારના રોજ એક વૃદ્ધ રોડની ફૂટપાટ પાસે ઊભા હતા અને પોતાના દીકરાના દીકરાને સ્કૂલેથી આવવાની રાહ જોઈ રહ્યાં હતા. તે દરમિયાનઅચાનક દૂર ઊભેલી ગાય બાજુમાં આવીને વૃદ્ધ પર હુમલો કરવા લાગી હતી.સ્થાનિકોએ મહામુશિબતે આ વૃદ્ધને બચાવી લીધો.
જોખમી થયેલા વૃદ્ધને મહુવા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.બાદમાં રવિવારે આ વૃદ્ધનું સરવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ લોકોને આ ગાયે ઈજા પહોંચાડી હતી.