અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 40 થી 45 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી,મૃતક મહિલાના હાથે મીની લખેલા છૂંદણાનાં આધારે વધુ તપાસ શરૂ

ગાંધીનગર (Gandhingr): ગાંધીનગરમાં એક મહિલાની લાશ મળી આવી હતી .ગાંધીનગરનાં અંબાપુર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મહિલાની લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક મહિલાના હાથે મીની લખેલા છૂંદણાનાં આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બાદમાં ફાયર બ્રિગેડની મદદથી મહિલાની લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.બાદમાં પોલીસે મહિલાની લાશની ઓળખવિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછતાંછ કરી ગુમ મહિલાઓનો યાદી પણ ચકાસી હતી. જો કે મહિલાની કોઈ ઓળખવિધિ થઈ શકી ન હતી.

આ અંગે અડાલજ પોલીસે જણાવ્યું હતું કે, નર્મદા કેનાલમાંથી શનિવારે આશરે 40 થી 45 વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી હતી.જેનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં હતું. અજાણી મૃતક મહિલાએ શરીરે લાલ અને સફેદ કલરની છાપ વાળું કાળું ટોપ તેમજ કાળા કલરનું સલવાર (પંજાબી ડ્રેસ) પહેરેલ છે.

જ્યારે મહિલાનાં જમણા હાથે ગુજરાતીમાં “મીની” છૂંદણાથી ત્રોફ્રાવેલ છે. આ અંગે કોઈને જાણ થાય તો અડાલજ પોલીસ મથકે જાણ કરવા વધુમાં અડાલજ પોલીસે જણાવ્યું છે.