અમદાવાદ(Amedavad): ખેલૈયાઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિ સમયે ગુજરાતમાં કેવું હશે હવામાન? તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.
નવરાત્રિની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 5 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. નોંધનીય છે કે, 15મી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.
અંબાલાલ પટેલે આગામી ઓગસ્ટ મહિનાની પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, 25 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી પણ વરસાદ રહેશે. 2થી 4 ઓગસ્ટે ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. 8 ઓગસ્ટે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે. 17મી ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. ઓગસ્ટમાં વરસાદની વધઘટ રહી શકે છે.
તેમણે કહ્યું કે, 20 જુલાઈનું વહન ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 20 જુલાઈનું વહન જોરદાર હોઈ શકે છે. ઉપરાંત 23મી જુલાઈએ પણ એક લો પ્રેશર બની શકે છે. જુલાઈમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ બનશે. ઉપરા ઉપરી 2 સિસ્ટમ ગુજરાતને વરસાદ આપશે. ઓગસ્ટમાં પણ બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે.