અમદાવાદ (Amdavad): દરેક પિતાને પોતાની દીકરી સાસરીમાં ખુશ રહે તેવી મનમાં આશા હોય છે. આ જમાનામાં પણ લોકો હજી વહુને દહેજ માટે હેરાન કરતા કિસ્સા જોવા મળે છે . મળતી જાણકારી મુજબ રાજસ્થાનના આબુરોડ પર રહેતા જયંતીલાલ અચલારામ સુથારની દીકરી પાયલનાં લગ્ન રાજસ્થાનના પાલી પાસે આવેલા સુમેરપુર પાસેના રહેવાસી કરણ મદનલાલ સુથાર સાથે થયાં હતાં. લગ્ન બાદ પાયલ તેના પતિ અને સાસરિયાં સાથે અમદાવાદમાં રેહતી હતી.
અમદાવાદના ચાંદખેડામાં રહેતી પાયલ રોજ નાની-મોટી વાતમાં મેણાં ટોણાં સહન કરતી હતી.સતત માનસિક યાતનાઓને કારણે પાયલ આ બધી વાત તેના પિતાને કરતી હતી. પરંતુ પિતા દીકરીનું ઘર ન તૂટે તે માટે દીકરીને સમજાવી દેતા હતા. થોડા દિવસો બાદ દીકરી ગર્ભવતી બની તેમ છતાં તેનાં સાસરિયાંઓ તેની પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી .
પાયલ પ્રેગ્નન્ટ હતી તેમ છતાં તેની પર ત્રાસ ગુજારવામાં આવતો હતો, પાયલ રિસાઈને ફરી રાજસ્થાન પહોંચી ગઈ હતી અને તેણે કહ્યું કે તેને સખત ત્રાસ આપવામાં આવે છે માટે મરવાનો વિચાર આવે છે, જોકે, પોતે પ્રેગ્નન્ટ છે માટે આ બધું સહન કરે છે. આ પછી પણ તેના પતિ, જેઠ અને જેઠાણી તેડવા માટે આવ્યા તો પાયલના પિતાએ હવે ફરી આવું થયું તો પોતે પોલીસ ફરિયાદ કરશે તેવી વાત કરી હતી. જેથી તેમણે ખાત્રી આપી હતી કે ફરી આવું નહીં કરે.
જ્યારે જયંતીલાલને 2 જુલાઈ 2023ના દિવસે સમાચાર મળ્યા કે તેમની દીકરીની તબિયત ખરાબ છે અને સુમેરપુર જવાનું છે, જયંતીલાલે ત્યાં જઈને જોયું તો તેમની દીકરીનું મોત થઈ ગયેલું હતું, જ્યારે આ મોતના કારણ અંગે તપાસ કરવાની કોશિશ કરી તો તેમના સાસરિયા દ્વારા હાર્ટ અટેક અને ફૂડપોઈઝનિંગની ગોળગોળ વાતો કરવામાં હતી.
તેમની હાજરીમાં જ દીકરીના ઉતાવળે અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા. આ પછી પાયલના પતિ તથા સાસરિયા સામે દીકરીના મોતનું કારણ જાણવા માટે ફરિયાદ કરવામાં આવી છે.પોલીસને આ દરમિયાન પાયલનું જે દિવસે મોત થયું તે દિવસના કેટલાક સીસીટીવી મળ્યા છે. જેમાં પતિ પાયલને ઊંચકીને કારમાં લઈ જતો દેખાય છે. પરંતુ તે સમયને દવાખાને નહીં પરંતુ વતન લઈ જવામાં આવી હતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે .