અમદાવાદ{Amdavad}:અમદાવાદ માં થયેલા અકસ્માતે બધાને ધ્રુજાવી દીધા છે,ઇસ્કોન બ્રિજ પર બુધવારની રાતે અકસ્માત જોવા ઊભા રહેલા લોકોને જેગુઆર કારે ફૂટબોલની જેમ 30 ફૂટ ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં, ઘટના બાદ લોકોએ જેગુઆર કારચાલક તથ્ય પટેલને ખુબ જ માર માર્યો હતો.
તથ્ય પટેલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં હોય છે ,બાદમાં લોકો પૂછે કે, સાચું બોલ કાર સ્પીડમા હતી કે નહીં, તો તથ્ય બોલે છે કે, હા, 120 પર હતી. આથી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, આથી તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું.
તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ હતી. તથ્ય પટેલ કાર ચલાવતો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠી હતી. પોલિસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીના ચહેરાના હાવભાવ અને બોલી પરથી લાગતું નથી કે, તેને ઘટનાનો અફસોસ હોય. તેને 9 લોકોના મરવાનો અફસોસ લાગતો નથી. જરૂર પડ્યે ઘટના સમયે આરોપીની કારમાં હાજર તેના સાથીઓને સાક્ષી બનાવાશે.
તથ્ય સાથે જેગુઆરમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. આ પાંચેયની પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. આ પાંચેય તથ્ય સાથે મોહમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગાં થયાં હતાં. બધાં ત્યાંથી રાજપથ ક્લબ તરફ જવા નીકળ્યાં હતાં.બધા સાથે અભ્યાસ કરે છે.