દીકરી પિતાની રાહ જોઈ રહી અને લાશ ઘરે આવી અને પુત્રએ કહ્યું- ‘તથ્યને ફાંસી આપો’,,,,અંતિમયાત્રામાં ગોધરાનું સાંપા ગામ હીબકે ચડ્યું..

ગોધરા (Godhra):અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં નવ લોકોનાં મોત થયાં હતાં.બુધવારની રાત અમદાવાદ માટે કાળી સાબિત થઈ હતી.જેમાં મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું પણ અકાળે મોત નીપજ્યું હતું.

તેમના અવસાનથી તેમના પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમના પરિવારમાં તેઓ પત્ની, પુત્ર અને પુત્રીને વિલાપ કરતાં મૂકી ગયા છે. સાંપા ખાતે તેમના માદરે વતનમાં મૃતદેહને લાવવામાં આવ્યો હતો.જશંવતસિંહના પુત્ર અમુલકુમારે કહ્યું હતું કે ,,નિર્દોષેને શું લેવા દેવા આમાં? અમારા ઘરનો દિવો ઓલવાઈ ગયો છે.પાપીઓને છોડવા જોઈએ નહિં, નિર્દોષોને કચેડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ. આમાં નિર્દોષોનો ભોગ લેવાયો છે.

જશવંતસિંહ  26 વર્ષથી પોલીસમાં ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ અમદાવાદ ખાતે SG હાઈવે પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને નવા રાયખડ પોલીસ લાઈન ખાતે રહેતા હતા. પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ અકસ્માત સર્જનાર જેગુઆર કારચાલક યુવક તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ, 3 યુવતી સહિત 6ની પોલીસે અટકાયત કરી છે.