ભાવનગર (Bhavnagar ): સૌરાષ્ટ્રના બજરંગદાસ બાપાના બગદાણા ની અંદર અન્નના ભંડાર વિશે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રના એવા સંત શ્રી જેમનો આશ્રમ ભાવનગર ની પાસે આવેલા બગદાણા ગામની અંદર છે તેમજ અહીંયા ખૂબ જ પવિત્ર અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે.
જારો લોકો બજરંગદાસ બાપાની જગ્યાની અંદર રોજ રસોડાની અંદર હજારો લોકોને હાજરીમાં રસોઈ બને છે. બગદાણા ધામની અંદર રોજના લાલ ગાંઠિયા, લાડવા , શાક ,દાળ-ભાત તેમજ રોટલીનો પ્રસાદ બને છે અને અહીંયા પ્રસાદ લેવા માટે પૈસા લેવામાં આવતા નથી.બગદાણામાં બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી નથી. ભોજનાલય 24 કલાક ધમધમે છે.
અહીં સેવા આપવા માટે બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે.દરરોજ અલગ અલગ ગામનો સેવા કરવાનો વારો આવે છે. એક ગામના 15થી 20 જેટલી મહિલાઓ અને પુરુષો પોતાના સ્વખર્ચે અહીં ભોજનાલયમાં સેવાઓ આપવા આવે છે. સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ભોજન પીરસવા સહિતની સેવાઓ આપે છે.. પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા જેવા બીજા ઉત્સવોમાં પ્રસાદ લેનારની સંખ્યા 2થી 2.50 લાખ જેટલી થાય છે. અહીંયા નાતજાતના, ધર્મના કોઈ પણ ભેદભાવ વગર પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.