15મી ઓગસ્ટ પર્વની આ વર્ષે સમગ્ર દેશ ધામધૂમપૂર્વક ઉજવણી કરશે તેવું અત્યારથી જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ પ હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું.
જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.
સુરતમાં ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતાસમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે15 ઓગસ્ટ આવવા માટે માત્ર 18 દિવસ બાકી રહ્યા છે.
કારીગરો રાત દિવસ મહેનત કરીને તિરંગા બનાવવા પાછળ મહેનત કરી રહ્યા છે,વેપારીએ જણાવ્યું હતું કે ,એક કરોડ જેટલા તિરંગા બનાવવાની ઓફર કરી હતી, પરંતુ જે રીતનો ઓર્ડર હતો અને તેની સામે જે ટાઈમલાઈન હતી. તે ચેક કરતા અમને લાગ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં 50 લાખથી વધુ તિરંગા બનાવી શકાશે નહીં. જેથી 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર અમે લીધો છે અને તેની માટેની પ્રોડક્શન પણ અમારા કંપનીમાં શરૂ થઈ ગઈ છે.
50 લાખ તિરંગાઓ બનાવવા માટે 35 લાખ મીટર કપડાનો ઉપયોગ થશે. એક તિરંગાની કિંમત 25 રૂપિયા હિસાબે આપવામાં આવી છે. જે રીતે 50 લાખ તિરંગાઓ 12 કરોડ 50 લાખમાં તૈયાર કરવામાં આવશે અને આ બધા જ તિરંગા 10 ઓગસ્ટ સુધીમાં દેશના જુદા-જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડી દેવામાં આવશે.
રાષ્ટ્રધ્વજના તિરંગાના સન્માનમાં કોઈપણ પ્રકારની ઠેસ ન પહોંચે તેનું પણ કારીગરો ખાસ ધ્યાન આપી કામ કરી રહ્યા છે. તિરંગાના ત્રણે કલર અને અશોક ચક્રના માપનું પણ ખાસ તકેદારી રાખી કાપડ પર પ્રિન્ટ કરવામાં આવ્યું છે