ડોક્ટર બનેલી દીકરી પણ માનતા પૂરી કરવા માટે પહોચી મોગલધામ,માં ને ચડાવ્યા આટલા રૂપિયા…

માં મોગલનું નામ આજ કાલ દુનિયામાં ખુબ જ ગુંજે છે,માં મોગલે અનેક લોકોના દુખ દુર કરીને પરચા આપ્યા છે,મોગલધામમાં માં મોગલ હાજરાહજુર છે. તેઓ પોતાના દર્શને આવતા તમામ ભક્તોના મનના દુખ સાંભળે છે. સાચા દિલથી કરવામાં આવતી દરેક પ્રાર્થના માં મોગલ અવશ્ય સ્વીકારે છે. માં મોગલે તો પોતાના કેટલાય ભક્તોના દુ:ખો દુર કર્યા છે.

અશક્ય ને પણ શક્ય કરી બતાવે એ માં મોગલે તો કેટલાય નિ:સંતાનોના ઘરે સંતાનસુખના આશીર્વાદ આપ્યા છે. ગમે તેવી મોટી આફત કેમ આવી પડી હોય, માં મોગલ ના આશીર્વાદ માત્રથી બધું બરાબર થઇ જાય છે.

એક દીકરી કે જેનું રીઝલ્ટ  ઘણા સમયથી આવતું ન હતું. જેથી અંતે તેણે માં મોગલની માનતા માની અને માં મોગલે ખુબ જ ઓછા સમયમાં તેની માનતા પૂરી  પણ કરી. માં મોગલ પ્રત્યે સાચા દિલથી વિશ્વાસ રાખીને તેણે  આ માનતા માની હતી. અને માં મોગલે તેની માનતા પૂરી પણ કરી હતી. માં ના આશીર્વાદ થી તેનું ખુબ જ સારું રીઝલ્ટ આવ્યું અને દર્શન કરવા માટે કબરાઉ  મોગલધામ આવી પહોચી હતી.

તેણે માં મોગલના દર્શન કર્યા અને ત્યારબાદ મણીધર બાપુના આશીર્વાદ મેળવ્યા. મણીધર બાપુને તેણે માનતા રૂપિયા આપ્યા ત્યારે તેમણે પૂછ્યું કે, બેટા! શેની માનતા હતી? ત્યારે મહિલા એ કહ્યું કે મારું રીઝલ્ટ આવતું ન હતું.

જેથી મેં માં મોગલની માનતા માની હતી કે જો મારું રીઝલ્ટ આવી જાય તો હું મોગલધામ આવીને ૫,૦૦૧ રૂપિયા મોગલ માં ના ચરણોમાં ધરીશ. મણીધર બાપુ એ કહ્યું કે, આ ભક્તિની  જ શક્તિ જ છે કે માં મોગલે તારી માનતા પૂરી કરી છે.

પહેલા તો આ દીકરી એ ૫૦૦,૧ રૂપિયા આપ્યા. ત્યારબાદ ૧,૧૧૧ રૂપિયા આપ્યા અને ફરી પાછા ૧૦૧ રૂપિયા આપ્યા, ત્યારે મણીધર બાપુ એ આ તમામ રૂપિયા ભેગા કર્યા અને તેમાં ૨૦ રૂપિયા ઉમેર્યા. પૂછ્યું કે, તારે નણંદ છે? ત્યારે મહિલા એ કહ્યું, ના. મણીધર બાપુ એ કહ્યું કે, દીકરી છે? ત્યારે કીધું કે મારે દીકરી નથી. મારે જેઠની દીકરી છે. સાથે જ કહ્યું ભત્રીજી અને ભાણેજ પણ છે. ત્યારે મણીધર બાપુ એ કહ્યું કે ભાણેજ ને આપવું એ વધારે સારું કહેવાય. એક ભાણેજને આપવું એ ૧૦૦ બ્રાહ્મણને આપ્યા બરાબર કહેવાય. આ રૂપિયા તું તારી ભાણેજ ને આપી દેજે. અને સમજ કે માં એ તારી માનતા અનેક ગણી સ્વીકારી લીધી છે.