અમદાવાદ(Amadavad): બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં બેઠેલા મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી, પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં બેઠેલા આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે.
તથ્યની પણ પોલીસે અલગથી પૂછપરછ કરી હતી ,પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રોની પોલ ખૂલી રહી છે. તથ્ય પટેલ અને તેના મિત્રો પાર્ટીઓના કેવા શોખીન હતા, તેના પુરાવા તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી રહ્યાં છે. અકસ્બામાતની ઘટના બાદ તરત જ તમામ મિત્રોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા.
માલવિકા પટેલનું એકાઉન્ટ પ્રાઇવેટ નહોતું, જે તેના બધા જ કારનામા બતાવી દેતું હતું ,પરંતું હવે ખુબ જ ફોટાની શોખીન તથ્યની ફ્રેન્ડે રાતોરાત ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કર્યું છે,જેમાં માલિકા પટેલના 13 હજાર ફોલોઅર્સ હતા.
પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં બેઠેલ યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.તેથી પોલીસે તે બાબતે વધુ કાર્યવાહી હાથ ધરી છે.