અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે બધા જ લોકોને ધ્રુજાવી દીધા છે,હજુ પણ લોકો એ અકસ્માત ભુલાવી શકતા નથી.9 નિર્દોષ લોકોને કચડી નાખનાર કરોડપતિ તથ્ય પર બધા જ લોકોને ખુબ જ ગુસ્સો છે,અકસ્માત વખતે તેની કારમાં તેના મિત્રો પણ સામેલ હતા.,તથ્ય પટેલની રીલ્સ જોઈને આ પાંચેયને તથ્યનો ચસ્કો લાગ્યો હતો. તેથી તેઓ તથ્ય સાથે રોજ ફરતા હતા. આ છ લોકો રોજ નાઈટઆઉટ કરવા નીકળતા.
તથ્ય પટેલની જાહોજલાલીની પોલ ખૂલી રહી છે, સાથે જ તથ્ય પટેલ અકસ્માત કરવામાં કેટલો માહેર છે તેના પણ બધા જ પુરાવા મળી ગયા છે. પરંતુ અત્યારે હાલમાં સૌથી વધુ ચર્ચામાં તથ્ય પટેલના મિત્રો છે, જે અકસ્માત સમયે કારમાં સવાર હતા, અને તેઓ અકસ્માત થતા ત્યાંથી ભાગી ગયા હતા.
પાંચ મિત્રો માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં સૌથી વધુ ચર્ચા માલવિકા પટેલની લાઈફસ્ટાઈલના થઈ રહ્યાં છે.
જેગુઆર કારમાં તથ્ય સાથે જે પાંચ મિત્રો હતો, તે પાંચેય તથ્યના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ હતા. જેમાં તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાનું ખૂલ્યું છે.,આ પાંચેય તથ્ય જેટલા અમીર પરિવારના નથી, ધ્વની પંચાલ અને આર્યન પંચાલ બંને ભાઈ-બેહન છે, બંને થલતેજ વિસ્તારમાં રહે છે. શાન સાગર સોલા વિસ્તારમાં રહે છે, શાનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
શ્રેયા વઘાસિયા જસદણની રહેવાસી છે,તેના પિતા ફાર્મિંગ મશીનરીનો વ્યવસાય કરે છે. શ્રેયા અને માલવિકા પટેલ સાથે મકરબા વિસ્તારના એક પીજીમાં રહે છે. જેમાં માલવિકા પટેલના પિતા રાજસ્થાનના બાંસવાડાના વતની છે,તેના પિતા હોટલ ચલાવે છે.
આ પાંચેય યુવક-યુવતીઓકોલેજમાં અભ્યાસ કરે છે,તેમની ઉંમર લગભગ 18 થી 20 વર્ષ વચ્ચેની છે. છતાં તેમની ઈન્સ્ટાગ્રામ તસવીરો દારૂની પાર્ટીઓથી ભરેલી છે.
આ તમામ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા હતા, તેઓ તથ્યની લાઈફસ્ટાઈલ જોઈને અંજાયા હતા.