પાટણ (Patan ):અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત થયું છે .મળતી જાણકારી મુજબ , પાટણમાં ટી.બી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા રમેશભાઇ ઠક્કરનો નાનો પુત્ર દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો.
જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો.દર્શિલ ઠક્કર 31 જુલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેનાં મમ્મી-પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિંગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું રોડ ક્રોસ કરી લઉ. પણ દર્શિલ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખૂલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી એક બે નહીં પણ 14 ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ..
આમ 14 જેટલી ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ થોડે સુધી ઢસડાઇને મોત ભેટ્યો. અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જવાની હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.
ઓમ શાંતિ