રાજકોટમાં અડધી રાતે ત્રણ ત્રણ મંદિરોમાં માતાજીના છતરો ગાયબ, જાણો શું છે ચોરીનો સમગ્ર મામલો???

રાજકોટ (rajkot ):અત્યારે ભારત ભરમાં ચોરી અને લુટફાટના કેસોમાં વધારો જોવા મળ્યો છે એવામાં ચોરોએ મંદિર જેવી જગ્યા ને પણ બક્ષી નથી .રાજકોટ નજીક મઘરવાડા ગામમાં આવેલા  હાપલિયા પરિવારના બ્રહ્માણી માતાજીના મઢમાંથી  1 કિલો 700 ગ્રામ વજનનું છતર ગાયબ હતું. દાનપેટીમાંથી 10 હજાર ગાયબ હતા.

એટલું જ નહીં સામેના ભાગે આવેલા સુરાણી પરિવારના બ્રહ્માણી માતાજીના મઢમાંથી પણ ચોરી થઈ હતી .સ્થાનિકો દ્વારા  મઢના તાળા તૂટેલા જોયા હતા. અંદરથી નાના-મોટા મળી 12 છતર અને 10 ગ્રામ સોનાનું છતર ગાયબ હતું અને દાનપેટીમાંથી પણ 5 હજાર ગાયબ હતા.આડેસરા સોની પરિવારના બુટ ભવાની  મઢમાંથી  ચાંદીના 2 છતર ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.

જેથી  પોતાના મઢમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતાં ગઈકાલે રાત્રે 12.58 વાગ્યે પેન્ટ પહેરેલા અને ઉઘાડા ડીલે તેમજ મોઢું ઢાંકેલા ઉપરાંત ખાલી પેન્ટ પહેરેલા અને મોઢે રૂમાલ બાંધેલા બે તસ્કરો દેખાયા હતા. જે ચોરી કરી રાત્રે 1 વાગ્યા આસપાસ જતા દેખાયા હતા. બંનેની ઉંમર 25થી 30 વર્ષ આસપાસ હતી.