અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા અકસ્માતે સૌ કોઈ લોકોને ધ્રુજાવી દીધા છે, 9 લોકોને કચડનાર તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રગ્નેશ પટેલ જેલ ની હવા ખાઈ રહ્યા છે. જેગુઆરચાલક તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલ ઘટનાસ્થળેથી પોતાના પુત્ર તથ્યને લોકોને ધમકાવીને લઈ ગયા હતા. જેથી પોલીસે પ્રજ્ઞેશ પટેલ સામે ધાકધમકીનો કેસ નોંધ્યો હતો.
આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. ,જો કે, પ્રજ્ઞેશ પટેલે ત્યારબાદ જામીન અરજી દાખલ કરતા તેની પર આજે અમદાવાદ જિલ્લા કોર્ટમાં સુનાવણી હતી. પરંતુ ઇન્વેસ્ટિગેશન ઓફિસર G-20 મિટિંગના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તારીખ પડી છે.
આ અંગે વધુ સુનાવણી શનિવારે હાથ ધરાશે. ગુનાની ગંભીરતાને જોતા પ્રજ્ઞેશ પટેલને જામીન ન મળે તેવી શક્યતા છે.જામીન અરજીમાં જણાવાયું છે કે, પ્રજ્ઞેશ પટેલે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરી નથી. તેઓ ફક્ત પોતાના દીકરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જેની જાણ પોલીસને ફોનથી કરાઈ હતી.
એફિડેવિટ ફાઈલ કરવા 31 જુલાઈનો સમય માગ્યો હતો. જો કે, 31 જુલાઈની સુનાવણીમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્ય સાથે ઉપસ્થિત થયેલ ભદ્રેશ રાજુ જેઓ સિનિયર એડવોકેટ એસ.વી. રાજુના પુત્ર છે.
સરકાર તરફથી રજુઆત કરાઈ હતી કે, ઈન્વેસ્ટિગેશન ઓફિસર સરકારી કામમાં વ્યસ્ત હોવાથી તેઓ ઉપસ્થિત રહી શક્યા નથી. જેથી કોર્ટે સરકારની અરજી ગ્રાહ્ય રાખીને 5 ઓગસ્ટે સુનાવણી નક્કી કરી છે.,હવે આ કેસમાંથી સુપ્રીમ કોર્ટના એડવોકેટ એસ.વી. રાજુના પુત્ર ભદ્રેશ રાજુ પણ હટી જતા હાઈકોર્ટના એડવોકેટ જલ ઉનવાલા આ કેસમાં જોડાયા છે.
તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને 7 ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે.