અમદાવાદ (Amdavad ):યુવાવસ્થામાં પ્રેમ પ્રકરણોના કિસ્સા તો બહુ જોયા છે. પરંતુ અમદાવાદની એક વૃદ્ધાને 65 મા વર્ષે જવાની ખીલવાનો કિસ્સો તમને ચોંકાવી દેશે. મળતી જાણકારી મુજબ ,મૂળ જસદણના શખ્સ ના વર્ષ 1978 માં તેમના લગ્ન થયા હતા. આ દરમિયાન તેઓ દૂરદર્શન આકાશવાણી કાર્યક્રમમાં ગાયનનું કામ કરતા હતા. જ્યાં તેમનો પરિચય એક યુવતી સાથે થયો હતો. પૂજાએ આ શખ્સને બાદમાં નોકરી અપાવી હતી. આ બાદ શખ્સે પત્ની સાથે છૂટાછેડા લીધા હતા, અને યુવતી સાથે લગ્ન કર્યા હતા.
આ દરમિયાન શખ્સની બદલી મહેસાણા થઈ હતી. તેથી તેઓ અઠવાડિયામાં એકવાર મહેસાણા જતા, અને વિકેન્ડમાં અમદાવાદ આવતા હતા. અમદાવાદ આવે તો તેમના પાડોશીએ કહ્યું કે, તમે મહેસાણા જાવ છો ત્યારે ઘણા બધા પુરૂષો અહીં ઘરે આવે છે. પરંતુ શખ્સે પાડોશીઓની વાતને ગણકારી ન હતી.
પણ પછી તેઓને જાણવા મળ્યું કે, પત્નીના પર પુરુષો સાથે સંબંધો છે. આવામાં તેમની પત્નીએ એકવાર તેમના નોકરને કહ્યું કે, મારે 50 લોકો સાથે સંબંધ છે. તેથી પતિએ પત્નીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરાવ્યું તો, પત્નીના આડા સંબંધો સામે આવ્યા હતા. પત્નીની અશ્લીલ ચેટ પણ જોવા મળી. તેની બીજી પત્ની અને તેના 10થી વધુ પુરુષ મિત્રોએ ભેગા થઇને તેમની તમામ મરણમૂડી અને ફ્લેટ પચાવી પાડ્યો છે અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા છે.