અવાર નવાર આપઘાત ના કિસ્સા ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ 17 વર્ષીય દીકરી જે ઘરે થી સાયકલ લઈને નીકળી હતી જેને ટ્રેન સામે પડતું મુકવાની ઘટના સામે આવી છે, વિદ્યાર્થીની માલગાડીની સામે કૂદીને સુસાઇડ કર્યું છે. ઘટનાસ્થળથી થોડીક દૂર વિદ્યાર્થીનીની સાયકલ પણ મળી આવી હતી.
આ સોસાયટીની ઘટના ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહે છે. આ ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરી એ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
યુવતીએ સૌપ્રથમ સાયકલ પાર્ક કરી હતી અને ત્યારબાદ માલગાડીની સામે કૂદી ગઈ હતી. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીની ઉંમર 17 વર્ષની હતી. તે કોલેજમાં ઇન્ટરની વિદ્યાર્થીની હતી. તે એક વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી સાયકલ લઈને કોચિંગ પર જવા માટે નીકળી હતી.
સાયન્સનું કોચિંગ કર્યા બાદ તે અંગ્રેજીનું કોચિંગ કરવા માટે જતી હતી. ત્યારે તે અંગ્રેજીના કોચિંગમાં જવાની જગ્યાએ રેલવે ટ્રેક પર પહોંચી હતી.અને પછી રેલવે ટ્રેક પર આવતી માલગાડી સામે કોઈને વિદ્યાર્થીનીએ સુસાઇડ કરી લીધું હતું.
માહિતી મળતા જ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની પાસેથી મળેલા મોબાઇલમાંથી તેની ઓળખ કરીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી,પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું,તેઓ ખુબ જ આક્રંદ કરતા કરતા રેલ્વે પાસે પહોચ્યા હતા,પરિવારજનોને પણ નથી સમજાતું કે ક્યાં કારણસર આવું પગલું ભર્યું હોઈ શકે.
હાલ માં સુસાઈડ નોટ માટે તેમજ શા માટે આવું કર્યું એ એ માટે પોલીસે આગળ ની કામગીરી હાથ ધરી છે.