હાલમાં રાજ્યભરમાં દુષ્કર્મના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં બગસરામાં દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે,બગસરામા હજુ ગઇકાલે જ એક વિધર્મી યુવાને સગીરાને દુકાનનુ શટર અંદરથી બંધ કરી પરેશાન કર્યાની ઘટના બની છે ,ત્યાં હવે બગસરા તાલુકાના સુડાવડ ગામે એક માનસિક વિકલાંગ યુવતીના ઘરમા ઘુસી વિધર્મી યુવાને દુષ્કર્મ આચર્યાનીઘટના સામે આવી છે.
આ ઘટના બગસરા તાલુકાના સુડાવડ ગામે ગઇકાલે સવારથી સાંજના સમયગાળા વચ્ચે બની હતી.,અહીની એક 36 વર્ષીય યુવતી માનસિક રીતે વિકલાંગ છે, ગઇકાલે તેના પરિવારના સભ્યો કામ બાબતે બહાર ગયા હતા. અને આ યુવતી ઘરે એકલી હતી,તે સમયનો લાભ લઇ સુડાવડ ગામનો જ યુસુફ ઉર્ફે ઇશુ હસુભાઇ નામનો શખ્સ મકાનની દીવાલ ઠેકીને ઘરમા પ્રવેશ્યો હતો.
આ શખ્સે માનસિક વિકલાંગ યુવતી પર નજર બગાડીને તેને ગાયના ફરજામા લઇ ગયો હતો,અને બાદમા તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. બનાવ અંગે યુવતીના પરિજનોને જાણ થતા તરત જ યુવતીની માતાએ બગસરા પોલીસ મથકે દોડી જઇ યુસુફ સામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસ બનાવ અંગે તપાસ આગળ હાથ ધરી છે.