સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના આગળ બેસી દર્શનના ચાર્જ વસૂલવા મામલે વિરોધની ખુબ જ ચર્ચા થઇ રહી છે, આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. આ વચ્ચે કેટલાક ભક્તજનોમા તો સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે. આજે આ મામલે હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર પ્રશાસને લેખીત રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે,અને આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની વાત કરવામાં આવી રહી છે.
ગુજરાતના ડાકોર ખાતે આવેલ અને ગુજરાતનું મીની દ્વારકા તરીકે ઓળખાતું રણછોડરાયજીની મંદિરમાં દર્શનનો મામલો ખુબ જ મોટો બન્યો છે, નજીક પહોંચી દર્શન કરવા હોય તો અને મહિલાઓની જાળીમાંથી ભગવાનના દર્શન કરવા હોય તો તે માટે ચાર્જ લેવાની જાહેરાત મંદિર પ્રશાસન દ્વારા કરાઈ હતી અને આ મુજબ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
ગુરૂવારથી જ આ સેવા ચાલુ કરાઈ હતી. જે બાદ આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મોટેભાગે ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી.ગુજરાતના ડાકોર ખાતે આવેલ અને ગુજરાતનું મીની દ્વારકા તરીકે ઓળખાતું રણછોડરાયજીની મંદિરમાં દર્શનનો મામલો પેચીદો બન્યો છે.
ખાસ ભગવાનના નજદીક પહોંચી દર્શન કરવા હોય તો અને મહિલાઓની જાળીમાંથી ભગવાનના દર્શન કરવા હોય તો તે માટે ચાર્જ લેવાની જાહેરાત મંદિર પ્રશાસન દ્વારા કરાઈ હતી,અને આ મુજબ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ગુરૂવારથી જ આ સેવા ચાલુ કરાઈ હતી. જે બાદ આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મોટેભાગે ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી.
ખીજલપુરના સરપંચના પ્રતિનિધિ અક્ષય પરમારે જણાવ્યું હતું કે, આ નિર્ણય ખરેખર ગેરવ્યાજબી છે. અમારો સખ્ત વિરોધ છે મંદિર પ્રશાસન એવુ કહે છે કે, જેને ભગવાનના નજદીકથી દર્શન કરવા હોય એના માટે છે.
કાલ ઉઠીને વધારે પૈસા આપીને ભગવાનને ઘરે બોલાવશે આથી ભક્તિને પૈસા સાથે કદી પણ તોલવી જોઈએ નહીં. વધુમાં તેઓએ જણાવ્યું કે, જો આજે સાંજે 6 વાગ્યા સુધી નિર્ણયમાં કોઈ ફેરફાર કે પાછો નહીં ખેંચે તો અમે સૌ લોકો ઉપવાસ આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.