શ્રાવણિયો જુગાર રમતાં પકડાયો મોટો નેતાપુત્ર,ઉપર સુધી છેડા અડાડવાના પ્રયાસ કર્યા તોય ગુનો તો દાખલ થયો જ.

આજ કાલ જુગારિયા લોકો ખુબ જ પકડાઈ રહ્યા છે, કોટમાં શ્રાવણિયો જુગાર રમતા લોકોને ત્યાં પોલીસ ત્રાટકી અને પકડી ગઈ. આ જુગારીઓમાં એક નેતાનો પુત્ર પણ હતો.પોતાના દીકરાને છોડવવા માટે નેતાજીએ ઉપર સુધી છેડા અડાડયા તોય પોલીસે તો ફરિયાદ નોંધી જ,એટલે ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

આ જાણીજોઈને કોઈએ કહ્યું છે તેથી નેતાના છોકરા નો પકડાયો છે,તેવી વાત ચર્ચાઈ રહી છે, કવિતામાં અમુક શબ્દોનો અર્થ શું નીકળે છે એને લઈ બધા પોતપોતાની રીતે તર્ક બેસાડી રહ્યા છે; કોંગ્રેસના ત્રણ નેતાના ફોટોગ્રાફ હમણાં હમણાંથી મોટા ભાગનાં પોસ્ટરમાં જોવા મળે છે.

શું આ કોઈ સંકેત છે એવી હાલ તો ચર્ચા શરૂ થઈ છે.