સુરત (Surat ): મોટા શહેરોમાં પ્રેમસંબંધ ને કારણે બળાત્કારના કિસ્સા અવારનવાર જોવા મળે છે અને એમાં છોકરાઓ નાની ઉમરમાં નાદાની કરી જાય છે એવો જ એક બનાવ સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે . પોલીસથી મળેલી માહિતી મુજબ કતારગામમાં રહેતો 17 વર્ષિય કેવલ (નામ બદલ્યુ છે)ને નજીકમાં રહેતી 14 વર્ષિય પીનલ (નામ બદલ્યુ છે)ની સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમસંબંધ હતો, આ ઉપરાંત તેઓની વચ્ચે શારીરિક સંબંધ હતો.
આ દરમિયાન 5 દિવસ પહેલા જ હિતેશના ઘરે કોઇ હાજર ન હતુ, હિતેશે હિનાને પોતાના ઘરે મળવા માટે બોલાવી હતી. બપોરના સમયે હિના હિતેશને મળવા ગઇ હતી અને બંને કઢંગી હાલતમાં હતા તે દરમિયાન જ હિનાની માતા આવી ગયા હતા અને તેઓએ બંનેને જોઇ લીધા હતા. તેમની દીકરીને કઢંગી અવસ્થામાં જોઇ જતા પરિવારે હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે બપોરના સમયે હિના ઘરની બહાર કશું પણ કહ્યા વગર જતી રહી હતી. બપોરના સમયે હિના ઘરે હાજર ન હોવાથી તેની માતાએ તપાસ કરી હતી. બીજી તરફ હિનાની માતાને હિના અને હિતેશ વચ્ચે સંબંધની જાણકારી પણ હતી. જેના આધારે તેઓ પહેલા જ હિતેશના ઘરે ગયા હતા અને ત્યાં બંનેને કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા.આ ઘટના બાદ હિનાએ પોતાની માતાને કહ્યું હતું કે, હિતેશ તેને મળવા બોલાવતો હતો અને બળાત્કાર ઉપરાંત સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો.
આ બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી હિતેશની અટકાયત કરી રિમાન્ડ હોમમાં મોકલી આપ્યો હોવાની વિગત જાણવા મળી છે.