વધુ એક ગુજરાતી મહિલાનું અમરનાથની યાત્રામાં મોત..! અમેરિકાથી અમરનાથની યાત્રાએ આવેલા ..ચાર દીકરી અને એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી…

માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી અમરનાથની યાત્રાના માર્ગ પર ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહે છે. જેમાં વધુ એક ગુજરાતી યાત્રાળુનું ભૂસ્ખલનના કારણે પથ્થર વાગતા મોત થયું છે. મૂળ સુરતના અને વર્ષોથી અમેરિકામાં રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથામાં પથ્થર વાગતા મોત થયું છે.

જ્યારે અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઊર્મિલાબેનના મૃતદેહને અમરનાથથી સુરત લાવવા માટે હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે અને હવાઈ માર્ગે તેમના મૃતદેહને કામરેજમાં લાવવામાં આવશે.

મૂળ સુરત જિલ્લાના કામરેજ ગામના વતની છે , અને છેલ્લા દસ વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતા ઉર્મિલાબેન ગીરીશભાઈ મોદી અત્યારે હાલમાં પોતાના વતન કામરેજ આવ્યા હતા. તેઓ એક ટૂર ટ્રાવેલર્સ દ્વારા પોતાના પતિ સાથે અમરનાથની યાત્રા કરવા માટે ગયા હતા.

એક અઠવાડિયામાં આ ત્રીજા યાત્રાળુંનું મોત થયું છે.હજુ ગયા અઠવાડિયામાં જ ભાવનગરના સિદસર ગામના વતની  શિલ્પાબેન ડાંખરાનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું હતું.