સુરતમાં 17 વર્ષનો એકનો એક પુત્ર ચોથા માળેથી નીચે પડી જતા થયું રહસ્યમય મોત.

સુરત(surat):રાજ્યભરમાં દિવસે ને દિવસે મોતના સમાચારમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,ત્યારે હાલમાં વધુ એક સુરતમાંથી મોતના સમાચાર સામે આવ્યા છે,સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આવાસના ચોથા માળેથી નીચે પડી જતા  17 વર્ષીય બાળકનું મોત થયું હતું,મોતનું કારણ હજુ જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ,વેસુ વિસ્તારમાં આવેલા સુમન સેલ આવાસમાં પહેલા માળે 17 વર્ષીય હર્ષ પરમાર પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પિતા, માતા અને એક બહેન છે. હર્ષ ઘરની નજીકમાં જ આવેલી સુમન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.,હર્ષ ઘરમાં ખુબ જ લાડકવાયો હતો.

બપોર બાદ હર્ષ આવાસના ચોથા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયો હતો,આ ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.,તાત્કાલિક હર્ષને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

જ્યાં હર્ષનું ટુકી સારવાર બાદ જ મોત થયું હતું.પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવતા  પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.