જામનગર(Jamangar):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલમાં વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે, જામનગરથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. ગરબાની પ્રેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તેને તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો,ત્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ,જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપ&સ્ટાઈલ ગરબા ક્લાસમાં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન વિનીત ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ યુવકને જી.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ છે.
મળતી માહિતી મુજબ મૃતક યુવક હાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો,વિનીતના આમ અચાનક મોત થવાથી પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.