રાજકોટમાં આઠ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં આપઘાતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં જ એક આપઘાતનો બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે,રાજકોટમાં આઠ મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતી 22 વર્ષના  મિતલબેન રાજભાઈ ગમારા આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાના રૂમમા પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પરિવારને જાણ થતાં 108ને જાણ કરી હતી,સાથે પોલીસને કાફલો પણ પહોચી ગયો હતો,અને મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યું હતું.મૃતક યુવતીના આઠ માસ પહેલાં જ લગ્ન થયાં હતાં બાદમાં બંને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.જેને લીધે મીતલબેને આવું પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

મિતલબેન 3 બહેનો અને 1 ભાઈ છે,મિતલ બહેનના આપઘાતથી પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.