ગાંધીનગરમાં અભ્યાસ કરવા ગયેલા 21 વર્ષીય યુવકને પળવારમાં આંબી ગયું મોત,પરિવાર પર આભ તૂટી પડ્યું.

દિવસે ને દિવસે હાર્ટ એટેકનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે,નાની નાની ઉમરે મૃત્યુ થતા પરિવારમાં સભ્યો વેર વિખેર થઇ જાય છે  ત્યારે વધુ એક ગુજરાતના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી 21 વર્ષના છે, ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગઈ કાલે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું.

આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા તેનો પરિવારના લોકો પર આભ તૂટી પડ્યું હતું.