સુરત(surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ સુરતમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એએસઆઈએ બીમારીથી કંટાળી એસીડ પી લીધું હતું. તેમને હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર,ડિંડોલીના સાંઈ રેસીડન્સી ખાતે રહેતા 72 વર્ષીય પ્રહલાદ ભીખા પાનપાટીલ અગાઉ શહેર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજરી રહ્યા હતા.
લાંબા સમયથી કફ સહિતની અનેક બીમારીથી પીડાઇ રહ્યા હતા. તા.21મીના દિવસે તેમણે પોતાના ઘરમાં એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમ્યાન રવિવારે સાંજે તેમનું મોત થયું હોવાની માહિતી સામે આવી હતી,પોલીસે આ માટે તપાસ હાથ ધરી હતી અને તેનું કારણ તેઓ એ બીમારીથી કંટાળીને આવું અગમ્ય પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે.