ચાઈનીઝ દોરીએ હોકી પ્લેયરનો લીધો જીવ, ગળાની તમામ નસો કપાઈ જતા નીપજ્યું મોત

ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ જલ્દી આવવાનો છે અને તેને લોકોમાં ઘણો ઉત્સાહ પણ રહેલો છે. પરંતુ આ તહેવારમાં ક્યારેક ના થવાનું થતું હોય છે જેમ કે કોઈ દોરી વડે ગળું કપાતા મોત પણ થતું હોય છે. જ્યારે આજે એવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. આ બનાવ વડોદરાથી સામે આવ્યો છે. વડોદરાના નવાપુરા વિસ્તારના રબારી વાસ પાસેથી પસાર થતા 30 વર્ષીય બાઈક ચાલકના ગળામાં ચાઈનીઝ દોરી ફસાઈ હતી. બાદમાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતુ. વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીના લીધે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાઈનીઝ દોરીથી વડોદરામાં એક હોકી પ્લેયરનું ગળુ કપાતા તેનું મોત નીપજ્યું છે. ચાઇનીઝ દોરીના લીધે ગળું કપાતાં વડોદરામાં 30 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત થયું છે. નેશનલ રમી ચુકેલા હોકી પ્લેયર ગિરીથ બાથમનું ચાઇનીઝ દોરીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મહત્વનું છે કે, મૃતક રાહુલ બાથમ હોકી પ્લેયર હતો અને દંતેશ્વર વિસ્તારમાં રહેતો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ યુવાનના કરૂણ મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. સાથે જ મૃતકના પિતાએ પોતાના દિકરા સાથે બનેલી ઘટનાનું કોઈ અન્ય સાથે પુનરાવર્તન ન થાય તે માટે લોકોને ચાઈનિઝ દોરીનો ઉપયોગ બંધ કરવા અપીલ કરી હતી. તો બીજી તરફ અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી કિશોરને ઇજા થઈ હતી. ટુ વ્હીલર પર આગળ બેઠેલા કિશોરને ચાઇનીઝ દોરી વચ્ચે આવતા ગળાના ભાગે ઇજા થઈ હતી. તેઓ જમાલપુર રિવરફ્રન્ટ રોડથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતા ગેરકાયદે રીતે કેટલાક લેભાગુ તત્વો તેનું વેચાણ કરી રહ્યા છે.

આવી દોરીના ઉપયોગથી વારંવાર લોકોના ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહ્યા છે. મૃતક યુવકની વાત કરીએ તો ગિરીશ બાથમ દંતેશ્વર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે આ કરૂણ ઘટના ઘટી હતી. ગિરીશ બાથમ નવાપુરાના રબારી વાસ પાસેથી જઈ રહ્યો રહ્યો હતો ત્યારે ચાલુ બાઇકે ચાઇનીઝ દોરી તેને આડે આવી ગઈ હતી. તેના લીધે ગિરીશ બાથમનું ગળું કપાઇ ગયું હતું. ચાઇનીઝ દોરીથી ગિરીશના ગળાની તમામ નસો કપાઇ ગઇ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન ગિરીશ બાથમનું કરૂણ મોત નિપજ્યું હતું.