3 વર્ષના દીકરાના જન્મદિવસના દિવસે નાની એવી ભૂલના કારણે પિતાનું કરુણ મોત થયું.

રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ વધુ એક મોતના સમાચાર સામે આવ્યા હતા.,આ ઘટનામાં એક યુવકનું તેના પુત્રના જન્મદિવસના દિવસે કરુણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, દીકરાના જન્મદિવસના દિવસે યુવકે ભૂલ માંથી ઝેરી દવા પી લીધી હતી.

મળતી માહિતી મુજબ,આ દુખદ ઘટના હરિયાણાના અંબાલા જિલ્લામાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ અનિકેત હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી,બુધવારના રોજ અનિકેતનના દીકરા ત્રણ વર્ષના દીકરા આર્યમનનો જન્મદિવસ હતો.,દીકરાનો જન્મદિવસ હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. સગા સંબંધીઓ અનિકેતના ઘરે આવ્યા હતા. ત્યારે સવારે 9.45 અનિકેતે ભૂલમાંથી કોઈ ઝેરી દવા પી લીધી હતી.

અનિકેતને ખુબ જ ઉલટીઓ થવા લાગી હતી,તાત્કાલિક ધોરણે અનિકેતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો,જ્યાં ફરજ પરના હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો,દીકરાના જન્મદિવસે પાર્ટીને બદલે દીકરાની અર્થી ઉઠી હતી,આ સમાચાર થી પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.

મૃત્યુ પામેલો અનિકેત મોબાઇલ રીપેરીંગનું કામ કરતો હતો. તે પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.