સુરતમાં રત્ન કલાકારે હીરાના પેકેટ ખોલીને જોયા તો કંઈક એવું નીકળ્યું કે આખો પહોળી થઈ ગઈ.

સુરત(surat):સુરતના હીરા બજારમાં મંદીનાં માહોલમાં છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વરાછા મિનીબજારમાં હીરાના દલાલે હીરાના પેકેટમાં એવી તે વસ્તુ ભરી દીધી હતી  કે તમને વિશ્વાસ નહિ આવે.

હીરાના દલાલે હીરાની  જગ્યાએ ચણાનીદાળ  તેમજ  રેતી ભર્યા હતા. જ્યારે એ પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે દલાલનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે હીરાના વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે પ્રદીપ માધવજી ધામેલિયા અને હીરા લેનાર કિરણ કોઠારી સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે.

હીરાની જગ્યાએ પેકેટમાં ચણાની દાળ અને રેતી ભરેલા મળ્યા બાદ આ કેસમાં નોંધાયેલી ફરિયાદના આધારે વરાછા પોલીસે હીરા દલાલ પ્રદીપ ધામેલિયાની ધરપકડ કરી લીધી છે.  થોડા સમય પહેલા મહિધરપુરા બજારમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો.

સુરતના વરાછા મિનિબજારમાં હીરા લે-વેચનું કામ કરતા ભૂપત માંગુકિયાએ હીરા દલાલ અને વેપારીને 13.21 લાખના હીરા વેચવા આપ્યા હતા. જોકે હીરાની જગ્યા પર ચણાની દાળ અને રેતી ભરીને તેમને પરત આપવામાં આવ્યા હતા. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી.