હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં સવારથી જ ‘આદિપુરુષ” રિલીઝ થઇ ચૂકી છે . ફિલ્મને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હૈદરાબાદના સુદર્શન થિયેટરમાં સવારથી શો હાઉસફુલ ચાલી રહ્યા છે. ભીડ એટલી બધી છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી… લોકો સવારથી જ ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા .
‘આદિપુરુષ’ ફિલ્મ ગઈકાલ રાતથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. ફિલ્મ જોયા બાદ લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડની વાત કરવામાં આવે તો ફિલ્મ વિશે ઘણા સકારાત્મક પ્રતિભાવો સાંભળવા મળી રહ્યા છે. થિયેટર ‘જય શ્રી રામ’ના નારાથી ગુંજી રહ્યું છે.
નિર્દેશક ઓમ રાઉતે થિયેટર માલિકોને ફિલ્મ દરમિયાન હનુમાનજી માટે એક સીટ છોડવાની અપીલ કરી હતી. એવી માન્યતા છે કે જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી અવશ્ય હોય છે.ઘણાં થિયેટરોમાં હનુમાનજી માટે એક બેઠક પણ છોડી દેવામાં આવી છે.અન્ય એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ‘આદિપુરુષ’ના સ્ક્રીનિંગ દરમિયાન એક વાંદરો થિયેટરમાં પ્રવેશે છે. વાંદરો આવે છે અને થોડીવાર સ્ક્રીન તરફ જોયા પછી પાછો જાય છે. વાંદરાને જોઈને લોકો થિયેટરની અંદર તાળીઓ અને સીટી વગાડવા લાગે છે.
કેટલાક લોકો હિન્દુ ધર્મમાં વાંદરાને હનુમાનજીનું સ્વરૂપ માને છે. આપણે જોઈએ છીએ કે જ્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં વાંદરાઓની સંખ્યા ઘણી છે.