સુરત (Surat):કેન્દ્ર સરકાર બદલાતા યુગ ની સાથે એક નવીન પદ્ધતિ અમલ માં મુકવાના છે .જેનાથી વીજચોરી કાબૂમાં આવશે તેમજ બિલ ભરવાની ઝંઝટ પણ ઘટી જશે.કેન્દ્ર સરકાર દરેક રાજ્યોમાં હવે સ્માર્ટ મીટર લગાવશે. આ પ્રોજેક્ટ લાવવા ડિજીવીસીએલે પણ તૈયારી શરૂ કરી છે, જેની ડિસેમ્બરથી શરૂઆત કરશે.
આ પ્રોજેક્ટમાં કુલ 2636.24 કરોડનો ખર્ચ કરીને પહેલા ફેઝમાં 17.73 લાખ જ્યારે બીઝા ફેઝમાં 23.89 લાખ મીટરો મળી 40 લાખથી વધારે સ્માર્ટ મીટર મૂકાશે.. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં પણ સ્માર્ટ મીટર લગાવાશે. જેથી પાવરચોરી કાબૂમાં આવશે.
આ ઉપરાંત ગ્રાહક નિયમિત કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે. જરૂરિયાત પ્રમાણે જ રિચાર્જ કરી શકાશે, એક દિવસનું અને એક વર્ષનું પણ કરી શકાશે.તેના માટે મોબાઈલમાં ખાસ એપ્લીકેશન પણ અપાશે .મોબાઈલ રિચાર્જની જેમ પાનની કે મોબાઈલની દુકાને પણ વીજળીનું રિચાર્જ કરાવી શકાશે.
ગ્રાહકો પોતાના મોબાઈલમાંથી પણ ગમે ત્યારે રિચાર્જ કરી શકશે. સ્માર્ટ મીટર માટે ખાસ એપ્લિકેશન બનાવાશે, ગ્રાહકો દર કલાકે, 6 કલાકે કે દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાશ થયો તે મોબાઈલમાં જોઈ શકશે.મોબાઈલ કે D2Hની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકશે, રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.ગ્રાહકો જેમ મોબાઈલમાં જુદી જુદી એપ ઉપયોગ કરે છે, એવી જ રીતે સ્માર્ટ મીટર એપ્લિકેશન સંચાલિત હશે.