રાજકોટ(Rajkot):આજ કાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ચર્ચા માં છે.બાગેશ્વર બાબા 10 દિવસ નાં પ્રવાસે દિવ્ય દરબાર માટે ગુજરાત માં આવ્યા છે.આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે જેને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને રાજસ્થાની થીમ મુજબ રજવાડી સ્ટેજ તૈયાર કરવામાં આવશે. 10 ફૂટ ઊંચાઈ પર સ્ટેજ અને 55 ફૂટ ઉંચાઈ પર મહેલ જેવી થીમ તૈયાર કરવામાં આવી રહી છે આ માટે ખાસ મુંબઈથી કારીગરો બોલાવબમાં આવી રહ્યા છે અને તેઓ સ્ટેજને તૈયાર કરી રહ્યા છે.
આ માટે ખાસ મુંબઇથી કારીગરો રાજકોટ આવ્યા છે અને ગઈકાલથી સ્ટેજ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. લગભગ આગામી બે દિવસમાં સંપૂર્ણ સ્ટેજ તૈયાર થઇ જશે.
ઉંચાઈ ધરાવતું મહેલ આધારિત થીમ મુજબ બનાવવામાં આવશે. કદાચ રાજકોટના રેસકોર્સ મેદાનમાં અત્યાર સુધી ક્યારેય પણ આવું સ્ટેજ બન્યું નહિ હોય.
રાજકોટ ખાતે ભવ્ય લોકડાયરા તેમજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સાહિત્યકાર રાજભા ગઢવી સહિતના નામી કલાકારો દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડવામાં આવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં 1 લાખથી વધુ લોકો આવશે એવી અમને ધારણા છે. ખાસ કરી આ માટે બાગેશ્વરધામ રાજકોટ સમિતિ દ્વારા અલગ અલગ 32 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે અને તમામને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવશે.400 જેટલા સ્વયંસેવકોને જવાબદારી સોંપવામાં આવી છે.