સુરતમાં બાગેશ્વર બાબાનો પહેલો દિવ્ય દરબાર થયો હોવાથી ધોમધખતા તાપમાં ગોપીન ગામ ફાર્મની બહાર ભક્તોની લાઈન લાગી.

સુરત(surat):બાગેશ્વર બાબા આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,આજ ન દિવસે બાગેશ્વર બાબા નો દિવ્ય દરબાર સુરત ખાતે યોજાયો છે,બાગેશ્વર બાબા નાં દર્શન માટે લાખો લોકો ઉમટ્યા છે.આયોજકો દ્વારા દિવ્ય દરબારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. એમાં 2 ડીસીપી, 4 એસીપી, 14 પીઆઈ, 30 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ અને હોમગાર્ડઝ તહેનાત છે.

સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા ગોપીનફાર્મમાં બાબાના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બાબાનાં દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા હતા. હાલ ધોમધખતા તાપમાં ગોપીનફાર્મની બહાર સમર્થકો અને ભક્તોની કતારબંધ લાઈન લાગી છે.

પોલીસ કમિશનર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમામ પ્રકારની કાયદો વ્યવસ્થા જળવાઈ એ માટેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. મહિલા ભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાનાં હોવાથી મહિલા પોલીસકર્મચારીઓ અને હોમગાર્ડને બંદોબસ્તમાં વધુ સંખ્યામાં મોકલવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

માત્ર સુરત શહેરના જ નહીં, પરંતુ અન્ય શહેર અને અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાંથી પણ લોકો આવવાની શક્યતા છે. તાપી જિલ્લાના આદિવાસીઓ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી ચર્ચા ચાલી રહી છે. પરિણામે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેશે.