ભાવનગર(Bhavanagar):રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવ માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં ભાવનગરમાંથી વધુ એક એટેકનો બનાવ સામે આવ્યો છે,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનાં હેડ હરેશભાઈ બારૈયા નામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા કરુણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ,ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનાં હેડ હરેશભાઈ બારૈયા નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ટુકી સારવાર દરમિયાન હરેશભાઈનું દુખદ મોત થયું હતું.
હરેશભાઈનું નાની ઉમરે મોત થતા પરીવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો,તેમજ યુનીવર્સીટીના સ્ટાફમાં પણ માતમ છવાયો હતો.,એટેક આવવાના ઘણા લક્ષણો છે,જેમ કે,
- યૂરિનમાં ફીણ સમજી લઇએ છીએઃ કિડનીનો રોગ …
- ગરદન અથવા પીઠમાં દુખાવો સમજી લઇએ છીએઃ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ …
- પગમાં સોજો સમજી લઇએ છીએઃ કિડનીમાં તકલીફ …
- શ્વાસ લેવામાં તકલીફ સમજી લઇએ છીએઃ અસ્થમા …
- દાંતમાં દુખાવો …
- ચક્કર અને થાક …
- વધુ નસકોરા બોલવા …
- બહુ પરસેવો થવો