વાપીમાં બંધ ઓરડીમાં સૂકા મરચાના વઘારના ધુમાડાથી માસુમ બાળકીનું મોત…માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો.

આજ કાલ એવી ઘટના સામે આવતી હોય છે,જે સાંભળીને આપડે ધ્રુજી જતા હોઈએ છીએ,વાપીમાં એવી એક ઘટના સામે આવી છે,જેમાં હાલમાં વલસાડના વાપીમાં ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મચ્છરના ત્રાસ ને દૂર કરવા કરેલા ધુમાડાએ માસુમ બાળકીનો ભોગ લીધો છે.

મળતી માહિતી મુજબ,વલસાડના વાપી તાલુકાના ભડકમોર વિસ્તારમાં એક ચાલીમાં રહેતા શ્રમિક પરિવારની મહિલાની તબિયત લથડી હતી. જેને લઈને નજર લાગી હશે તેવું માનીને બંધ ઓરડીમાં સૂકા મરચાનો વઘાર કર્યો હતો.

મરચાના વઘારની અસર થતા બધાનો  શ્વાસ રૂંધાઇ ગયો હતો. જોકે, આજુબાજુમાં રહેતા પાડોસીઓએ શ્રમિક દંપતીની ઓરડીમાંથી મરચાનો ધુમાડો નીકળતા જોઈને દરવાજો તોડી ચેક કરતા શ્રમિક દંપતી, બાળકી સહિત 5 વ્યક્તિઓ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.

ફરજ ઉપર હાજર તબીબે શ્વાસ રૂંધાવવાથી 9 વર્ષીય સોનમકુમારી મંતોસભાઈ રામનું મોત થયું હોવાનું જાહેર કર્યું છે. જ્યારે મંતોસભાઈ રામ, પત્ની લલિતાબેન રામ, સાળો સોનુકુમાર અને બબલુ ગજક હરિયા હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.