દેવગઢબારિયા નગરમાં આવેલ સમડી સર્કલ ખાતે રિક્ષામાં સાપ દેખાતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો
મળતી માહિતી અનુસાર આજરોજ દેવગઢ દેવગઢ બારીયા નગરમાં આવેલ સમડી સર્કલ ખાતે એક ઓટો રિક્ષામાં સાપ ઘુંસી આવ્યો હતો ઓટો રીક્ષા ચાલકને અન્ય રીક્ષા ચાલકો દ્વારા જાણ કરવામાં આવી હતી કે રિક્ષામાં સાપ ભરાઈ ગયું છે જેને લઇને સમગ્ર રિક્ષાચાલકોમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો રીક્ષા ચાલકો દ્વારા સાપને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા અંતે સાપ ન નીકળતા દેવગઢબારિયામાં આવેલ કિંગ ઓફ રાજમહેલ એનિમલ ટીમને સંપર્ક કર્યો હતો જે ટીમ દેવગઢબારિયા નગરમાં સમડી સર્કલ ખાતે આવીને રિક્ષામાં ચકાસણી કરી હતી અને સાપને કઈ રીતે બહાર કઢાઈ તે વિશેની કામગીરી હાથ ધરી હતી કિંગ ઓફ રાજમહેલ એનિમલ દ્વારા ભારે મહેનત પછી સાપને રેસ્ક્યુ કર્યો હતો પણ સાપને રેસ્ક્યુ કરતા રીક્ષા ચાલકો દ્વારા હાસકારો અનુભવ્યો હતો કિંગ ઓફ રાજમહેલ એનિમલ દ્વારા સાપને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતુંકિંગ ઓફ રાજમહેલ એનિમલ દ્વારા સાપને રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું