મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેનો ઉદ્દેશ્ય હતો વધુમાં વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો આ ક્ષેત્રમાં આગળ આવે અને એકબીજા સાથે મળી નવા મહિલા ઉદ્યોગસાહકોને પ્રોત્સાહિત કરે. ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ આ કાર્યક્રમની બીજી આવૃત્તિ છે. જેનો મુખ્ય એજન્ડા છે ‘2030માં સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ’

બે દિવસના આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ અમારી સાથે સહભાગી થઈ હતી. જેમાં Artha ventures, Billenium Divas, Cowe, ICAI Women Empowerment Committee, Evolv, Echai, Encubay Angel Network, Y FLO, FICCI FLO, GCCI Business Women Wing, Glocal, Goa Angel Network, CII – IWN, Indian Angel Network, LXME Neo Bank, Mahila Money, Mumbai Angels Network, Karnavati Club – Women Empowerment Committee, Letsventure, Tiewomen, Vwin, Women Empowerment Foundation, She United and Jito Angel Network જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે

WhatsApp Image 2023 02 16 at 11.08.42

આ ઈવેન્ટમાં અમારા મીડિયા પાર્ટનર તરીકે Zee Media and Zee 24Kalak, Newsreach, MyFM and Our Ahmedabadનો સહયોગ મળ્યો હતો

ઈવેન્ટના મુખ્ય 6 સત્ર હતા. 10 ફેબ્રુઆરીએ ‘મેન્ટર મોકટેલ’ સાથે ઈવેન્ટની શરૂઆત થઈ હતી.

જેમાં માર્કેટિંગ, ફાઈનાન્સ, ટેક્નોલોજી, લીગલ, આઈપીઆર જેવા ક્ષેત્રે બિઝનેસને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વિમેન આઈડિયા પલ્સ મેન્ટર, બિઝનેસ આઈડિયા, 70 મેન્ટર-70 દિવસ જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા.

મેન્ટર મોકટેલની સાથે ‘પાવર ડાયસ’ કાર્યક્રમ પણ યોજાયો હતો..આ એક પેનલ ડિસ્કસન જેવો કાર્યક્રમ હતો.જેમાં ‘ટેક્નોલોજીમાં વિમેન’, ‘બિઝનેસમાં વિમેન’ અને ‘સર્જનાત્મકતામાં વિમેન’ જેવા ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.