વડોદરા:હાલમાં ભારતમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે હાલમાં જ કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતા તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને લીક જમ્પિંગ રમતા ઉંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું આ સમાચારની સાથે જ પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું.
શહેરના વારસિયા ઇન્દ્રોલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોલમાં સાડીની દુકાન ધરાવતા સુનિલભાઈ માકીજા નો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગ ના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ખાતે ગયો હતો આ દરમિયાન મિત્રો સાથે તે ટોરંટોથી દૂર ટોબર મોરી ખાતે ફરવા ગયો હતો
20 ઓક્ટોબરે તે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી પરંતુ તેમનો મિત્ર યસ કોટડીયા પાણીમાં ઠંડા પાણીના પગલે ખૂબ ગભરાયો હતો પણ સદનસીબે તેના હાથમાં પથ્થર આવી જતા તેનો જીવ બચી ગયો હતો પરંતુ તેનો સાથી મિત્ર રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરગાવ થતા ઘટના સ્થળે જ તે મૃત્યુ પામ્યો હતો.
આ સમાચારની સાથે જ રાહુલના પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું અને ખૂબ લોકો દુઃખી થયા હતા અને શોકમાં ગરકાવ ની સાથે જ તેમની માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈએ જમવાનું છોડી દીધું હતું અને મૃત્યુના પગલે કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી પરંતુ મંજૂરી અને ટેકનિકલ કારણોથી સમય વીડ આપવાનું જણાતા અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરતા તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી અને પરિવારને સાંત્વના આપી હતી.
રંજનબેન ના પ્રયાસોથી મૃતદે એક દિવસ વહેલો વડોદરા આવી ગયો હતો દિલ્હીમાં કસ્ટમેલ અને કાર્ગોના લીધે મૃતદે લાવવામાં એક દિવસ બગડતો હતો પરંતુ સાંસદ રંજન પટેલ દરમિયાન તાત્કાલિક કાર્યવાહીનું કહેતા તારીખ 29 મે રાહુલનો મૃતદે આવી જશે અને પરિવારે સાંસદનો ખુબ ખુબ આભાર માન્યો હતો રાહુલભાઈ ના ભાઈ સચિન માખીજા એ જણાવ્યું હતું કે ગત સોમવારે જ રાહુલ નો ફોન આવ્યો હતો અને મમ્મી સાથે વાત કરી હતી નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય તેવું પણ કહ્યું હતું પરંતુ તે અત્યારે મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને ખૂબ મજા આવે છે અને ખૂબ ખુશ છે તેવું જણાવ્યું હતું
દીકરાના મૃત્યુ ના સમાચાર સાંભળી તેમના માતા પિતાએ ખાવાનું છોડી દીધું હતું પરંતુ બે દિવસ પછી તેમને જમવાનું શરૂ કર્યું હોવાથી બાકીના પરિવારજનોમાં હાશકારો થયો હતો.