સુરત:ગુજરાતમાં અવારનવાર કોઈની ધાક ધમકીથી યુવાન યુવક યુવતીઓ કઈ પણ વિચાર્યા વગર આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે આવો જ એક હચમચાવી દેતો કિસ્સો ગુજરાત ના સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરત શહેરના મૂળ કોસંબા ના વતની અને ઇન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવનાર એવા દોલતભાઈ પરમાર ની દીકરી ફોન પર કરવામાં આવેલ ધાકધમકી નો શિકાર બની છે આ વિશે જો વધુ વાત કરવામાં આવે તો દોલતભાઈ પરમારને એક જ દીકરી હોવાથી તે પરિવારમાં ખૂબ જ લાડકી હતી અને ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. તે સુરતમાં આવેલ વનિતા વિશ્રામ સ્કૂલમાં તેણે 12 સાયન્સ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેમને નવયુગ કોલેજમાં બી સી એ પૂર્ણ કર્યું હતું.
તેમના અભ્યાસના પરિણામની જો વાત કરવામાં આવે તો તેણે વનિતા વિશ્રામ સ્કૂલમાં ત્રીજો રેન્ક મેળવ્યો હતો અને કોલેજમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. સેજલના પરિવારમાં તેના માતા પિતા ભાઈ બહેન રહે છે. પણ મળતા સૂત્રો અનુસાર સેજલ પર મારે 16 માર્ચે બપોરના સમયે ઉત્તરાયણ અને કોસાડ રેલવે સ્ટેશન ની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતો હતો. અને આ આપઘાતના સમાચાર પરિવારને મળતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ આપઘાતના કિસ્સાની જો વધુ વાત કરીએ તો સેજલ આપઘાત કરવાના એક દિવસ પહેલા તેની નાની બહેનને એક whatsapp મેસેજ મોકલ્યો હતો. સેજલ આ મેસેજમાં જણાવે છે કે કોઈક સેજલ ને તેના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા હતા અને સેજલ એ આ તમામ વાતચીતનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો ત્યારબાદ તરત જ તેની બહેન સેજલે સાથે વાત કરી હતી ત્યારે સેજલ ને કહ્યું હતું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યસ આપેલું હતું. સેજલ વધુ જણાવતા કહે છે કે કોલેજના સમયે મને બ્લેકમેલિંગ કરીને ખોટા મેસેજ કરે છે અને મારા ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપે છે અને મારી પાસેથી પૈસા પડાવી લીધા છે.
સેજલ એ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પર નોંધાવી હતી ત્યારે પોલીસે તેનો ફોન કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં એ જાણવામાં આવ્યું છે કે સેજલ ના ફોનમાં 16 માર્ચે પણ આ પ્રકારના ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યા હતા અને પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી. પૈસાની માંગણી ત્રણ અલગ અલગ નંબરો પરથી કરવામાં આવી હતી.
સેજલ ના લગ્ન 9 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા ત્યારબાદ ત્રણ મહિનામાં જ સેજલને ખૂબ જ હેરાન કરવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ લગ્નના ત્રણ મહિના બાદ સસરાને હોસ્પિટલ લઈ જવાના છે તેવું કહીને સેજલ ના પિતા ઘરે પાછા મૂકી ગયા હતા સેજલને પણ જાણ ન હતી કે તેને પિયર મુકવા માટે બધા જઈ રહ્યા છે તપાસમાં વધુ એ જાણવા મળ્યું છે કે સેજલના સાસરીયા પક્ષ તરફથી ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો અને તેના પતિનો પણ આડા સંબંધો હતા તેવું પણ બહાર આવી રહ્યું છે.
જ્યારે સેજલ એ આ અંગેની ફરિયાદ તેના પતિના મોટાભાઈને કરી ત્યારે તેના મોટાભાઈએ કહ્યું કે આ બધું તો સહન કરવું જ પડશે તેવું કહીને વાત ફગાવી હતી. સેજલ ના આપઘાતના થોડા સમય પહેલા સેજલ એ તેના પતિને ફોન પણ કર્યો હતો પણ તેના પતિએ તેનો ફોન રિસીવ કર્યો ન હતો.
હાલ પોલીસ દ્વારા આ તમામ ઘટનાની તપાસ થઈ રહી છે.