સુરતની સ્મીમેર હોસ્પિટલનો AAP નેતાએ ભાંડો ફોડ્યો,2થી 8 ડિગ્રી સેલ્સિયસમાં મૂકવાની દવાઓ સ્ટોર રૂમમાં જોવા મળી.

સુરત(surat):સુરતમાં સ્મીમેર હોસ્પિટલ ની ખુબ જ મોટી બેદરકારી સામે આવી છે,આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્યએ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરી હતી.તેમાં સ્મીમેર હોસ્પિટલ ની ઘોર બેદરકારી સામે આવી છે.

સુરતની સ્મીમર હોસ્પિટલના સંચાલનમાં મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં પણ અનેક વ્યવસ્થાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. હજારો લાખોની સંખ્યામાં જ દર્દીઓ સારવાર લે છે, ત્યાં દવા મૂકવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ નથી. દવાઓમાં ઘણી બધી એવી દવા હોય છે કે, જેને એક ચોક્કસ ટેમ્પરેચરમાં મૂકવી ખૂબ જ જરૂરી હોય છે. એવા ઘણા ઇન્જેક્શનનો પણ હોય છે કે, જેને નિયત કરેલા ટેમ્પરેચરમાં જ મૂકવા પડે છે, જેથી કરીને તેની અસર જળવાઈ રહે છે. વિવિધ પ્રકારના દવાના જથ્થાઓને એક ચોક્કસ તાપમાનમાં જ મુકવામાં આવતી હોય છે.

લાખો રૂપિયાની આપવામાં આવતી દવાઓ સ્ટોર રૂમમાં કોઈપણ પ્રકારના ટેમ્પરેચર મેન્ટેન કર્યા વગર જ રાખવામાં આવે છે. દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી હોવા છતાં પણ તેને મેન્ટેન કરવામાં આવતી નથી.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું હતું કે, આજે તેઓ તેમના સાથી કોર્પોરેટર મહેશ અણઘણ સાથે એકાએક જ સ્ટોર રૂમની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવ્યું હોવા છતાં પણ જો તેને મેન્ટેન કરવામાં ન આવી હોય અને દર્દીઓને તે દવા આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે.

હોસ્પિટલ કમિટીના ચેરમેનને પોતાનો હોસ્પિટલની સુવિધા અંગે પણ પૂર્ણ માહિતી નથી. દવાઓ મૂકવા માટે અતિ આવશ્ય તેવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા પોતાના હોસ્પિટલમાં છે કે કેમ તે અંગે જો તેમને માહિતી ન હોય તો તેઓ આખા હોસ્પિટલનો કાર્યભાર કેવી રીતે સંભાળતા હશે?