કામની વાત / HDFC Bank એ તેના ગ્રાહકો માટે શરૂ કરી Whatsapp બેન્કિંગ સર્વિસ, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ

ડિજિટલાઇઝેશન (Digitalisation) ના વધતા પ્રભાવ સાથે બેન્કિંગ સેક્ટર (Banking Sector) માં પણ મોટા ફેરફારો થયા છે. આજકાલ મોટાભાગની બેંકો તેમના કસ્ટમર્સને ડિજિટલ સુવિધા (Digital Facility) ઓ આપવાનો પ્રયાસ કરી રહી છે. ગ્રાહકોની સુવિધા માટે ઘણી બેંકોએ વોટ્સએપ પર બેંકિંગ (WhatsApp Banking) સુવિધા આપવાનું પણ શરૂ કર્યું છે. તાજેતરમાં એચડીએફસી બેંક (HDFC Bank) એ વોટ્સએપ (Whatsapp) પર તેની બેન્કિંગ સુવિધાઓ (Banking Service) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

HDFC બેંકે ટ્વિટ કરી આપી જાણકારી

તાજેતરમાં એચડીએફસી બેંકે (HDFC Bank) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ બાબતે માહિતી શેર કરી છે. તેના ટ્વિટમાં બેંકે જણાવ્યું છે કે ગ્રાહકોને હવે માત્ર WhatsApp (HDFC Bank Whatsapp Banking Facility) દ્વારા 90 થી વધુ બેન્કિંગ સેવાઓ મળશે. હવે તમે તમારા સ્માર્ટફોનથી ઘરે બેસીને ઘણી બેન્કિંગ ફેસિલિટી (Digital Facility) નો લાભ લઈ શકો છો. તેના માટે તમારે માત્ર 7070022222 નંબર પર Hi નો મેસેજ મોકલવાનો રહેશે.

તમારા મોબાઈલ પર HDFCને  Whatsapp પર આવી રીતે કરો એક્ટિવેટ

  • સૌથી પહેલા તમારા મોબાઈલમાં HDFC નો વ્હોટ્સએપ નંબર 7070022222 સેવ કરો
  • તેના પછી આ નંબર પર Hi નો મેસેજ મોકલો
  • તેના પછી તમારા રજિસ્ટર્ડ નંબર (Registered Mobile Number) પર એક ઓટીપી (OTP) આવશે જેને તમારે Whatsapp પર દાખલ કરવાનો રહેશે. તેની સાથે જ તમારે કસ્ટમર આઈડી પણ અહીં દાખલ કરવાની રહેશે.
  • તેના પછી તમારો નંબર Whatsapp Services માટે રજીસ્ટર થઈ જશે
  • તેના પછી તમને ઘણા પ્રકારની સર્વિસનો ઓપ્શન દેખાશે. તેમા એકાઉન્ટ બેલેન્સ ચેક (Balance Check), ક્રેડિટ કાર્ડ બેલેન્સ ચેક (Credit Card Balance Check) વગેરે જેવા ઘણા પ્રકારની સર્વિસ સામેલ છે
  • તેના પછી તમે એ સર્વિસને આગળ લખી નંબરને દાખલ કરો
  • તેના પછી તમને તમારી સર્વિસ Whatsapp પર મળી જશે