કબરાવ ધામમાં આવેલું માં મોગલનું ધામ ખુબ જ પ્રખ્યાત છે,માં મોગલ બધા લોકોની માનતા પૂરી કરે છે,માં મોગલ પર શ્રદ્ધા રાખવાથી માં જરૂર ભક્તોના કામ પુરા કરે છે,માં મોગલે ઘણા લોકોને સંતાન સુખ પણ આપ્યા છે.
હાલ માં જ માં મોગલે આપેલા પરચા વિષે વાત કરીએ તો,એક ભક્ત કબરાવ ધામ એક યુવક પોતાના હાથ માં 75 હજાર રૂપિયા લઈને કબરાઉ ધામ આવી પહોંચે છે અને પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યો હતો તે યુવક કહે છે કે બાપુ મારા આ 75 હજાર રૂપિયા સ્વીકારી લો.
બાપુ પુચ્ચે છે ક ભાઈ તમારે શેની માનતા હતી,ત્યારે એ ભાઈ કહે છે કે,મારી મામાની દીકરી અચાનક જ ગુમ થઈ ગઈ હતી. એને શોધવા માટે અમે લોકોએ ખુબ મહેનત કરી પણ તે મળી નહીં.,છેલ્લે બધા દીકરીને શોધવા માટે મુંબઈ પહોંચી ગયા.
આમ તેમ ગોતવામાં આઠ દિવસ વીતી ગયા પણ હજી સુધી કોઈ પણ છોકરીનો અતો પતો હતો નઈ અને બધા ખૂબ થાકી ગયા અને ત્યાં દરિયા કિનારે બેઠા હતા. ત્યારે માં મોગલ માં ની માનતા લીધી કે મોગલ માં અત્યારે 10:00 વાગી રહ્યા છે કાલે ના 10 વાગ્યા સુધી જો મારી બહેન સહી સલામત મળી જાય તો અમે પહેલા મોગલ ધામ લઈને આવીશું અને તમારા દર્શન કરાવીશું ત્યાર પછી અમે ઘરે લઈ જઈશું.
અને સાચું થયું પણ એવું જ,કલ ના 10 વાગ્યા પહેલા જ દીકરી મળી ગઈ,કોઈને વિશ્વાસ જ ન્હોત્તો આવતો કે આટલી જલ્દી દીકરી મળી ગઈ,પછી ત્યાં મોગલ ધામ ગયા ત્યારે મણીધર બાપુએ દીકરી પાસેથી વચન લીધું કે તું કયારેય પણ હવે ઘર છોડીને નહિ જાય.
મણીધર બાપુએ ૭૫૦૦૦ રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે આ રૂપિયા તું બહેન અને ભાણેજને આપી દેજે,માં રૂપિયાના નહિ પણ ભાવના ભૂખ્યા છે,તો પ્રેમથી બોલો જય માં મોગલ.