રાજકોટ(Rajkot):રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવે છે. આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તો પણ લોકોને સમજતા નથી અને ભુવાના ચક્કરમાં ફસાઇ જાય છે. આવો જ એક રાજકોટનો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાંગશીયાળી ગામમાં એક દંપતીએ ડોક્ટરોની સલાહને અવગણીને ભુવાની સલાહ માની અને પોતાના ખિસ્સા નાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરે કહ્યુ હતુ કે બાળક અપંગ અને અવિકસિત જન્મશે પરંતુ બાળકની લાલસાએ દંપતી ભુવાના દરવાજે પણ ગયા અને તેની વાતમાં આવી ગયા.
કાંગસિયાળી ગામના બકુલ ચાવડા નામના વ્યક્તિના લગ્ન જીવનના દસ વર્ષ બાદ પણ સંતાનની પ્રાપ્તિ નહોતી થઈ. જોકે, દસ વર્ષ બાદ તેમને સંતાન સુખના સારા સમાચાર મળ્યા હતા. સંતાન માટે તેઓએ દવા શરૂ કરી હતી. તે દરમ્યાન ન્યારા ગામનો ભુવો મોહનનો સંપર્ક થયો હતો. ત્યારે તેમની પત્ની ભારતી ગર્ભવતી હતી.
પત્નિ ભારતી પ્રેગ્નેસી પિરીયડમાં હતી. તેમને ડોકટ૨ે સલાહ આપી કે ગર્ભનું બાળક અવિકસીત-અપંગ, વિકલાંગ હોય દૂર કરવું હિતાવહ છે. ત્યાર બાદ બીજા બે ડોકટરોએ પણ વિકલાંગ બાળક હોય દૂર કરવા સલાહ આપી હતી. તે દરમ્યાન ૧૦ વર્ષ બાદ બાળક ગર્ભમાં હતું તેથી તેણે દુર કરવાનો જીવ ન ચાલતા તેઓ ન્યારા ગામના ભુવા મોહન પાસે ગયા હતા. તેને ધૂણીને, દાણા આપી જણાવ્યું કે અંદર ગર્ભનું બાળકને દૂર કરશો નિહ, ડોકટરો ખોટા બોલે છે, તેની કોઈ ચાલ લાગે છે.
ભુવાના કહેવાથી પુત્રનો જન્મ થયોને કાચની ખોટ સાથે માનસિક અપંગ આવ્યો. જન્મથી આજ દિન સુધી અપંગ હોય પોતાની જાતે કંઈ કરી શકે તેમ નથી કે હલન-ચલન કરી શકે તેવી સ્થિતિમાં નથી.
આ પરિવારે ભૂવાએ કહ્યું ત્યારે તેમને માંગેલા રૂપિયા પણ આપ્યા જોકે આમ છતાં બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે તે દિવ્યાંગ બાળક જન્મ્યું હતું જેથી પરિવારની મુશ્કેલી વધી હતી.