ગર્ભમાં અવિકસિત બાળકને ‘સુરક્ષા ચક્ર’ મુકીને ભુવાએ સ્વસ્થ કરવાની આપી લાલચ,પછી જે ઘટના બની એણે ચકચાર જગાવી

રાજકોટ(Rajkot):રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે જેમાં લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવે છે. આવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તો પણ લોકોને સમજતા નથી અને ભુવાના ચક્કરમાં ફસાઇ જાય છે. આવો જ એક રાજકોટનો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાંગશીયાળી ગામમાં એક દંપતીએ ડોક્ટરોની સલાહને અવગણીને ભુવાની સલાહ માની અને પોતાના ખિસ્સા નાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ડોક્ટરે કહ્યુ હતુ કે બાળક અપંગ અને અવિકસિત જન્મશે પરંતુ બાળકની લાલસાએ દંપતી ભુવાના દરવાજે પણ ગયા અને તેની વાતમાં આવી ગયા.

ભૂવાએ એમ પણ જણાવ્યુ કે, ગર્ભ આસપાસ હું સુરક્ષા ચક્ર મુકી દઈશ. બાળક તંદુરસ્ત જ આવશે ચિંતા કરશો નહિ. માંડવો, તાવો, મંદિર કરવું છે તે નામે રૂપિયાની માંગણી કરી છે.તેઓ એ આજ દિન સુધીમાં એક લાખ ત્રીસ હજાર આપ્યા છે. દંપતી ભુવાની વાતમાં આવી ગયા. ડોકટરની સલાહ માની નહિ.