સુરતમાં 26 વર્ષના દીકરાના મૃત્યુ બાદ તેના અંગોથી લોકોને નવું જીવન અને રોશની આપી,પાટીદાર પરિવારે કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ.

સુરત (Surat): સુરતમાં મૃત્યુ બાદ અંગદાન માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તેમાં ઘણાં પરિવારો બીજાને મદદરુપ બની રહ્યા છે. એવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે . સુરતમાં 26 વર્ષના યુવકનું બ્રેઈન ડેડ થયા બાદ પરિવાર દ્વારા હોસ્પિટલમાંથી માહિતી મળ્યા બાદ અંગદાનનો નિર્ણય લઈને માનવતા મહેકાવી છે.

લેઉવા પટેલ સમાજના બ્રેન ડેડ જેનીશ વલ્લભભાઈ ગુજરાતી (પટેલ)નું 26 વર્ષની ઉંમરે બ્રેન ડેડથી મોત થતા પરિવાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને માનવતાની મહેક ફેલાવી છે. સુરતમાં મૃત્યુ બાદ અંગદાન માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે તેમાં ઘણાં પરિવારો બીજાને મદદરુપ બની રહ્યા છે.

જેનિશને ડૉક્ટરોએ બ્રેન ડેડ જાહેર કરાયા બાદ તેના પિતા અને મામાએ અંગદાન અંગેની માહિતી મેળવીને મહત્વનો નિર્ણય લીધો હતો. જેનિશના અંગોના દાનથી અન્ય લોકોને નવું જીવન મળશે. જેનિશની કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું છે

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીના રહેવાસી 39 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું અને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે લોકોમાં કરવામાં આવ્યું છે. જેમાં એક કિડની અમદાવાદની રહેવાસી 37 વર્ષની યુવતી તથા બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 32 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યું છે.  દાનમાં મળેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરાશે.