અમદાવાદ (Amdavad ): અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં 9 લાશો ઢાળી દેનાર આરોપી તથ્ય પટેલને જેલમાં ધકેલવામાં આવ્યો છે . તથ્ય પટેલને 21 જુલાઈએ અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો.આજે 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને લઈને પોલીસ ગ્રામ્ય કોર્ટ રવાના થઈ હતી. ત્યારે કોર્ટ પરિસરમાં પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરા સાથે કોર્ટ પરિસરમાં તહેનાત કરવામાં આવ્યા હતા. જો કે, માત્ર 15 મિનિટમાં જ આરોપીને લઈને પોલીસ કોર્ટથી રવાના થઈ હતી.
તથ્ય સાથે રહેલા તેના મિત્રોને કોર્ટમાં લવાયા હતા. માલવિકા, શાન, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં. આ તમામની સાથે તેમના વાલીઓ પણ આવ્યા હતા.તથ્યને કોર્ટમાંથી લઈ જવાયા બાદ આ લોકોને લવાયા હતા .
આમ રિમાન્ડ પૂરા થતા પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હવે તથ્યને સાબરમતી જેલમાં રાખવામાં આવશે.